‘મને કેમ જન્મ આપ્યો’, માતાના ડોક્ટર પર છોકરીએ કર્યો કેસ, કરોડો રૂપિયા જીતી

વિશેષ

બ્રિટનથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક 20 વર્ષની વિકલાંગ યુવતીએ પોતાની માતાના ડૉક્ટર પર કેસ કરીને કરોડોનું નુકસાન જીત્યું છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે ડોક્ટરની બેદરકારીથી તે વિકલાંગ જન્મી. બ્રિટનથી એક ખૂબ જ વિચિત્ર બાબત સામે આવી છે, જ્યાં 20 વર્ષની વિકલાંગ છોકરીએ પોતાની માતાના ડૉક્ટર પર કેસ કરીને કરોડોનું નુકસાન જીત્યું છે. ખરેખર એવી ટુમ્બ્સ નામની છોકરીએ ડૉક્ટર પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમની એક બેદરકારીને કારણે તે વિકલાંગતા જન્મી છે.

હવે આ બાબત સોશિયલ મીડિયા પર એટલી વાયરલ થઈ રહી હતી કે લોકો યુવતીને પૂછવા લાગ્યા કે આખરે તે આવું કેમ ઈચ્છતી હતી. તેનો જવાબ આપતા એવી ટુમ્બ્સે કહ્યું કે તેનો જન્મ વર્ષ 2001માં લિપોમાયલોમેનિંગોસેલ સાથે થયો. આ એક પ્રકારની વિકલાંગતા છે જેને મેડિકલ સાયન્સની ભાષામાં સ્પિના બિફિડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીમારીને કારણે એવીએ ડૉક્ટર સામે કેસ કરીને નુકસાનીનું વળતર માંગ્યું હતું. એવીએ કહ્યું કે ડોક્ટર ફિલિપ મિશેલે તેના જન્મથી પહેલા તેની માતાને યોગ્ય દવાની સલાહ ન આપી જેના કારણે તે વિકલાંગ જન્મી હતી. જો ડોક્ટર મિશેલે તેની માતાને પ્રેગ્નેંસી દરમિયાન યોગ્ય દવા સલાહ આપી હોત તો તે પણ આજે સામાન્ય લોકોની જેમ જીવન જીવી રહી હોત.

તેણે એ પણ કહ્યું કે ડૉક્ટરને જાણ હતી કે તે વિકલાંગ જન્મી હશે. જો તે ઈચ્છતા હોત તો તેને જન્મ લેતા અટકાવી શકતા હોત. પણ તેણે એવું ન કર્યું. તેણે મને જન્મ લેતા અટકાવી જોઈતી હતી.

એવીએ આ કારણથી ડૉક્ટર મિશેલ પાસેથી નુકસાની તરીકે કરોડો રૂપિયા માંગ્યા. એવીએ આગળ જણાવ્યું કે ડિલિવરી સમયે તેની માતા 30 વર્ષની હતી. તે સમયે ડોક્ટરે તેને પહેલા તો ફોલિક એસિડ લેવાની સલાહ આપી. પરંતુ પછી એવું કહીને દવા લેવાની ના પાડી કે તે જો સારો આહાર લઈ રહી છે તો તેને તેની જરૂર નહીં પડે. લંડન હાઈકોર્ટમાં જસ્ટિસ રોસાલિંડ કોએ ક્યુસીએ કેસની સુનાવણી કરતી વખતે એવીનું સમર્થન કર્યું અને ડૉક્ટરને કરોડોનું નુકસાન ચૂકવવાનો આદેશ આપ્યો. સાથે જ તેણે કહ્યું કે જો ડોક્ટર એવીની માતાને યોગ્ય સલાહ આપી હોત તો તે આજે વિકલાંગ જન્મી ન હોત.

જણાવી દઈએ કે, એવી ભલે વિકલાંગ છે પરંતુ તેમ છતાં પણ તે એક મહાન ઘોડેસવાર છે. તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ evie.toombes પર તેના 22 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે. તે દરરોજ તેના એકાઉન્ટ પર ઘોડેસવારીનો વીડિયો શેર કરતી રહે છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *